આજનું રૂટીન થોડું લેટ કરીએ..

8cfaed95d6a0b8d9f6ebccea3180ffaf_ft_m

આજનું રૂટીન થોડું લેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

તારે છે રોજ રોજ કામનાં ઢગલા
ને મારે ય છે એ જ મગજમારી

ઈચ્છા તો થાય કે સામસામે મળીયે
પણ મજબૂરી છે મારી ને તારી

વોટ્સએપમાં મળવાનું સેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

રાધાને ગોપીઓ જો સ્માર્ટફોન લે તો
આપણે બનાવીએ એક ગ્રુપ

‘રાસલીલા’ નામ ઘણું ઓલ્ડફેશન્ડ છે
રાખીએ ‘ડાન્સિંગ ટ્રુપ’

તું એડમીન બને તો ક્રિએટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

મીરાને ગ્રુપમાં તું એડ કાં કરે ?
થાશે નક્કામી બબાલ

કોની સાથે તું વધુ ક્લોઝ છે
એવા થવાના સવાલ

ગમતાને મેસેજ પ્રાઈવેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ.